ભગવાન શિવ શા માટે છે અજન્મા? એક રહસ્યમય વાત

ભારતીય ધર્મશાસ્ત્ર અનુસાર ત્રણદેવનું આગવું સ્થાન છે. જે ત્રિદેવ તરીકે પૂજાય છે. આ ત્રિદેવ એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આ ત્રણ દેવની પૂજા સર્વોત્તમ અને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ ત્રિદેવનો જન્મ કેવીરીતે થયો હશે? આ ત્રિદેવ આદિ અનાદિ હતા તો તેનો જન્મ થયો કઈ રીતે? 

આ ત્રણ દેવ મુખ્ય છે જેમાં પુરાણ કથા અનુસાર વિષ્ણુજીને મનાવવા માટે પણ ઘણા જપ કે મંત્રોનં રટણ કરવું પડે છે. તો વળી, બ્રહ્માજીને પણ મનાવવા માટે ઘણું તપ કરવું પડે છે પણ શિવજીને મનાવવા માટે તેની સરળ પુજા શ્રદ્ધા ભાનવે જો કરવામાં આવે તો તરત તે પ્રસન્ન થનાર છે અને તે મહાકાળ હોવાથી આપણા બધામાં તે અંશ રૂપે પરમાત્માથી જોડાયેલ છે તેથી તે સરળતાથી પ્રસન્ન થાય છે.

આ ત્રિદેવના જન્મની વાતનો ઉલ્લેખ શિવ મહાપુરાણમાં જણાવવામાં આવે છે. જાણો ત્રિદેવના જન્મ સાથે જોડાયેલી વિજ્ઞાનની રસપ્રદ વાતો, જે ખોલશે અનેક રહસ્ય પરથી પડદો…

શિવમહાપુરાણમાં ઉલ્લેખ છે કે સૌ પ્રથમ અવકાશમાં ઘોર અંધકાર હતો ક્યાંય કશું જણાતું ન હતું અને ઘોરતમ અંધારમાં એક તત્વ હતું આ તત્વને અંતિમ તત્વ કહેવામાં આવે છે; જેનો કોઈ આકાર નથી તે નિરાકાર તત્વ હતું અને પરમતત્વ તરીકે ઓળખ આપણા શાસ્ત્રોએ આપી તે આ તત્વ હતું. તેને ઈચ્છા થઈ કે તે પોતાના સ્વરૂપનું સર્જન કરે છે. તે શિવ તત્વ તરીકે શાસ્ત્રકાર ઓળખાવે છે. તે પોતાના જમણા અંગને ઘસે છે તો તેમાંથી એક બીજા પુરુષનું સર્જન કરે છે. (અને આ શિવતત્વએ જ ડાબા અંગને ઘસ્યું તો તેમાંથી પરાંબાનું સર્જન થયું જે આ જગતની પ્રકૃતિ રૂપ છે.)

બીજો પુરુષ જે શિવ તત્વમાંથી પ્રગટ થયા તે મહાબાહુ અને નિલી આભા ધરાવતો આ પુરુષ વિશાળ વિશાળ થતો ગયો તેથી શિવે તેને કહ્યું ‘’તમે વિસ્તૃત થાવો છો માટે તામારું નામ વિષ્ણુ રાખવામાં આવશે.’’ આ રીતે શિવભગવાને વિષ્ણુને જન્મ આપ્યો. વિષ્ણુજીએ સમગ્ર જગ્યાએ કેવળ પ્રકાશ જોયો તેથી તેણે બધું જળવત્ કરી દીધું. અને ઘણું કામ કરી થાક્યા પછી તેણે પોતે સર્જેલા જ પાણીમાં ઘણા વર્ષો સુધી સુતા રહ્યા. ત્યારે પછી શિવજીની ઈચ્છાથી તે યોગ નિદ્રામાંથી જાગૃત થયા.

મહાપુરુષ તરીકે ઓળખાતા વિષ્ણુ ક્ષીરસાગરમાં સૂતા હતા ત્યારે તેની નાભિમાંથી એક કમળનો ઉદભવ થયો અને તેમાંથી બ્રહ્માજીનો જન્મ થયો. બ્રહ્માજીએ આસપાસ જોયું પણ કશું જણાયું નહીં તેથી તેને થયું કે મારો જન્મ ક્યાંથી થયો તે જાણું તેમ કરી, તે કમળની નાળમાં છેક ઉંડે સુધી ગયા પણ તેનો ક્યાંય પતો લાગ્યો નહીં તેથી તેને સોવર્ષ સુધી તપ કર્યું. અને તપ આંખો ખોલી તો વિષ્ણુ ભગવાને દર્શન દીધા અને તેની સાથે વિવાદ થયો. બન્નેનો વાદ-વિવાદ જોઈ અને શિવજી પ્રગટ થયા બન્નેના જન્મની કથા કરી બન્નેને શાંત કર્યા.

 

બ્રહ્મા-વિષ્ણુનો વિવાદ ચાલતો હતો ત્યારે અચાનક જ એક પ્રકાશમાન પટ્ટો બન્ને વચ્ચે આવી ગયો, બન્ને આ પ્રકાશમાન પટ્ટાને ઉપર-નીચે વારંવાર નિહાળવા લાગ્યા પણ તેનું મૂળ બન્નેને ન જડ્યું ત્યારે શિવજી પ્રગટ થયા અને પ્રકાશમાન પટ્ટાને તેના જ્યોતિર્લિંગ સ્વરૂપે ઓળખાવ્યું અને કહ્યું કે મારા માંથી એક પુરુષ પેદા થશે તે રુદ્ર કહેવાશે આ રુદ્ર અને હું કંઈ અલગ નથી પરંતુ એક જ જાણવા, આમ તે શિવે વિષ્ણુને કહ્યું તમે આ સૃષ્ટિનું પાલન પોષણ કરજો અને બ્રહ્માને સૃષ્ટિના સર્જનનો ભાર સોંપવામાં આવ્યો અને કહ્યું કે મારું સ્વરૂપ જે રુદ્ર છે તે પ્રલય કાળે વિનાશ કરશે. આમ, ત્રિદેવનો જન્મ અને તેના કાર્યનું પ્રતિપાદ શિવપુરરાણની રુદ્ર સંહિતાના અધ્યાય 6 થી 9માં જોવા ઉલ્લેખિત થયેલું જોવા મળે છે.

ધ મોરલ ઓફ સ્ટોરી એ છે કે આ વાંચીને પછી તમે સૃષ્ટિ ઉત્પત્તિ વિશે વિજ્ઞાન પાસે જઈને વાત મેળવશો તો તમને ખબર પડશે કે વિષ્ણુ એટલે સમગ્ર અવકાશ કે જેની નાભિ એટલે બ્લેકહોલ અને કમળ એટલે આપણી આકાશગંગા અને બ્રહ્મા એટલે આપણું સૂર્યમંડળ, રૂદ્ર એટલે વિનાશના કારક એવું હાઈડ્રોજન તત્વ જે હિલિયમમાં રૂપાંતર થઈ અને નાશનો કારક બનશે. આ ઉપરાંત પરાઅંબા એ આ સમગ્ર સૃષ્ટિનું શક્તિ તત્વ છે જેને આપણે વિજ્ઞાનના દ્રષ્ટિ કોણથી ઉર્જા કહી શકીએ છીએ, જે સ્ટિફન હોકિંગ્સના મતે અને દેવિભાગવતના મતે ‘સ્પેશ’માં રહેલ છે.

તમને પ્રશ્ન થશે કે તો પછી, શિવતત્વનો આ ત્રિદેવમાં સમાવેશ નથી થતો તો તેનો જવાબ છે કે રુદ્ર અને શિવ સુક્ષ્મતમ રીતે વિજ્ઞાનની નજરે અલગ પડે છે એટલા માટે કે રુદ્ર તેમાંથી અલગ પડે છે અને શિવતત્વ એટલે જ્યારે કયારેય ક્યાંય કશું ન હતું ત્યારે જે તત્વ હતું તે પરમ નિરાકાર તત્વ જેને ‘બ્રીફ હિસ્ટરી ઓફ ટાઈમ’(સ્ટિફન હોકિંગ્સનું પુસ્તક)માં વર્ણિત અવકાશીય સમય સાથે મળતું તત્વ અને સમગ્રસૃષ્ટિનો સમય જેમાંથી છુટો પડ્યો છે તે મહાસમય જેને આપણે મહાકાળ કહીએ છીએ. આ અવકાશીય તત્વની રચનાને સમજવા માટે શિષ્યોને ખૂબ મુશ્કેલ પડ્યું ત્યારે આપણા ઋષીએ તે તત્વોના પાત્રો સર્જી અને કથા કરી અને તે કંઠોપકંઠ સાચવી ત્યારે આજે આપણે કહી શકીએ છીએ કે આ થીયરી તો આપણી પાસે પણ છે.

Advertisements
Posted in GUJARATI......................KAUSHIK IN GREAT MOOD | Leave a comment

નિર્મિશ ઠાકર: ગનપટ હુરટીનું મહાભારટ પ્રકરણ-૪૯

પશ્વાતાપમાં ડૂબી ‘ઐયો ઐયો….’ ના પોકાર સાથે કલ્પાંત કરતા રેડ્ડીને ટીવી સ્ક્રીન પાસેથી ખેંચી લાવી અમે સોફામાં બેસાડ્યો. અમે દેવી ગીતાંજલિ ઉર્ફે ગીતા પટેલનો પ્રેરક કાર્યક્રમ જોવામાં ફરી વ્યસ્ત બન્યા. ‘જો પ્રેમ, શંકા અને કલહ નજરે પડે, તો સમજી લેવું કે ત્યાં સ્ત્રી હશે! કલહ તો પછીની વાતછે, પણ હે પ્રેમપંખિણીઓ, પ્રેમનિમિત્તે કોઇ શંકાઓ હોય તો મને પ્રશ્ન અવશ્ય પૂછી શકો છો!’ ગીતાંજલિએ જ્ઞાન આપવાની તૈયારી દર્શાવી.

‘દેવીજી, જીવનમાં લગ્નનું મહત્વ ખરું?’ એક પ્રેમપંખિણીએ ફફડાટ રજુ કર્યો.ગીતાંજલિએ ઊંડો શ્વાસ લેતાં કહ્યું, ‘પ્રેમની કબર ખોદવાનું મન થાય, ત્યારે લગ્ન અવશ્ય કરવાં. લગ્ન દ્વારા જ તમને સમજાશે કે પ્રેમ વિનાનું જીવન કેટલું વેરાન અને આત્મા કેટલો હેરાન હોય છે!’ એટલામાં સ્ક્રીન પર સ્ત્રીરૂપે પધારેલા મનુભાઇની ડોકી ઊંચી થતી દેખાઇ. પર્સમાંથી લપિસ્ટીક કાઢી હોઠ પર ફેરવતાં એમણે પૂછ્યું, ‘હું ક્યારની એ વિચારું છું કે મેકઅપ કરવાથી વધુ પ્રેમ પામી શકાય? હું અતિ પ્રણય-ભૂખી છું, દેવીજી!’

સ્ક્રીન પર આ દ્રશ્ય જોઇ રેડ્ડી ઉકળ્યો, ‘યે સાલા મેક’પમેન મેરા ગીતા કો ઉલ્લુ બનાતા દેકો! મૈં બી તોડા તોડા ગુજરાતી સમજતા, યુ નો? ઓ તો પ્રેમ કા નૈં, સાલા સેક્સ કા ભૂકા, બોલે તો યેક નમ્બર કા રાસ્કલ ફેલો! મેરા હાત મેં યેક બાર આયા, તો મૈં ઉસકો યેક લમ્બા ઝાપટ મારેગા, ગોડ પ્રામિસ!’વિશિષ્ટ પ્રશ્નથી પ્રસન્ન બની ગયેલો ગીતાંજલિનો ચહેરો સ્ક્રીન પર દેખાયો.

‘હું અતિ પ્રભાવિત થઇ છું તમારા પ્રશ્નથી! તમારો પ્રે.પિ.નંબર કયો?’ ગીતાંજલિએ પૂછ્યું.‘હું પ્રે.પિ.થર્ટી છું…’ મનુભાઇએ પોતાની બંગડીઓ ઊંચી ચડાવતાં કહ્યું.‘હાં… તો પ્રે.પિ.થર્ટી, મેકઅપથી આકર્ષણનું તત્વ વધે છે. કોઇનું ધ્યાન આપણા ભણી દોરાય તો જ પ્રેમ શક્ય બને, ખરુંને? ઇન શોર્ટ, મેકઅપ સાચા અર્થમાં પ્રેમોદ્દીપક છે.’ ગીતાંજલિએ રહસ્ય સમજાવ્યું.

‘પણ પ્રેમ સરળતાથી કેમ નથી થતો?’ અચાનક સ્ક્રીન પર પ્રેમિલાભાભી પ્રશ્ન પૂછતાં દેખાયાં. અમારા પ્રીતમજી પરફેક્ટ ઉર્ફે ગનપટ હુરટી ઊંઘી રહ્યા હતા, નહીં તો આ જોઇ અવશ્ય ઉછળ્યા હોત!‘મને કશુંક રંધાતું લાગે છે, કારણ કે હું ડુંગળીની ખેતી નથી કરતો…’ ડિટેક્ટિવ ડેંગુચાએ મૂછને હળવો સ્પર્શ આપતાં કહ્યું. ‘આ ભોગી ‘ચકલી’નો ઢંગધડા વિનાનો પ્લાન આગળ વધી રહ્યો છે. થોડીવારમાં બધું અંધેર થઇ જશે, તમે સ્ક્રીન પર જોયે રાખો…’

અંધેર થવાથી અમારું શું થશે, એની મને કલ્પના નહોતી. રામ રાખે તેમ રહીએ-જેવી અમારી સ્થિતિ હતી. દેવી ગીતાંજલિએ જલપાન કર્યા પછી પ્રત્યુત્તર આપ્યો, ‘પ્રેમ સરળતાથી ન જ થાય કારણ કે એ ક્રિયા નથી કલા છે! કલાનું સ્વરૂપ સરળતાથી સમજાય?’ત્યાં અચાનક સ્ક્રીન પર કલાબેનનું વિકરાળ સ્વરૂપ દેખાયું. ‘…લે તને કલાનું સાચું સ્વરૂપ સમજાવું…’ કહી એમણે ગીતાંજલિનાં નાકનું નિશાન લઇ ચંપલનો ઘા કર્યો! યોગ્ય રીતે લક્ષ્યવેધ થતા ‘ઓઇઇ માઆઆ!’ની ચીસ સાથે ગીતાંજલિ સ્ટેજ પર ઉછળી!

‘એ… તું કોણ છે?’ ચડતા સોજાને કારણે કદમાં વિસ્તરતું નાક રૂમાલ પાછળ સંતાડતાં ગીતાંજલિએ કલાબેનને અજાણતાં જ ખતરનાક પ્રશ્ન પૂછ્યો. જવાબમાં તરત બીજું ચંપલ એના કપાળમાં ભટકાણું! ‘ઐયો… ઉદર મેરા ગીતા જુતે કા માર ખાતા… ઔર યિદર તુમ લોગ યેન્ટરટેઇનમેન્ટ પ્રોગ્રામ સમજકે યેન્જોય કરતા? તુમ સબ બકવાસ આદમી, પાની મેં ચુલ્લુ ભર કે ડૂબ મરો! મૈં અબી જાતા ઔર, મેરા ગીતા કો યિમિજીયેટલી બચાતા, ગુડ બાય…’ રેડ્ડી લાંબી રાડારાડ કરી એની ગીતાને બચાવવા અમને છોડી ગયો અને અમે જોતા રહ્યાં.

ટીવી સ્ક્રીન પર એન્ટરટેઇનમેન્ટ પ્રોગ્રામ ચાલુ જ હતો! ડેંગુચાની આગાહી મુજબ અંધેર થવા લાગ્યું હતું. કલાબેન મોટ્ટા ડોળા કાઢી ગીતા સામે ગરજતા હતાં, ‘એટલે તું મને કલાડી કૂતરી કહે છે, એમ? તારો ધણી જીવે છે, તોયે કેટલા ધણીઓ કરવા છે તારે? હવે અમારાં પ્રેમિલાબેનની શોકય થવું છે, એટલે ગણપત ભૈને ઝાલ્યા છે તેં? નોકરીમાં તારા રેડ્ડીસાહેબનેય તેં ના છોડ્યા! હવે અહીં દેવી ગીતાંજલિ બની લોકોને લફરાંખોરી શીખવાડે છે? આજે જાહેરમાં તારી સાચી ઓળખાણ આપું છું અને હવે લોકો તને નહીં છોડે!’બીજી જ ક્ષણે શૂરાતન ચડતાં પ્રેમિલાબેને ગીતા સામે ચંપલો ફેંકતાં ત્રાડ નાંખી, ‘મારો… આ ….લફરાંખોરનેએએ…’

થોડીવારમાં તો ગીતા તરફી અને ગીતા વિરોધી, એમ બે સમૂહો રચાઇ ગયા અને અક્કલમઢ્ઢી પ્રેમપંખિણીઓ વચ્ચે મહાયુદ્ધ ફાટી નીકળ્યું! સ્ત્રીઓ દ્વારા સ્ત્રીઓની સાડીઓ અને દુપટ્ટા એ રીતે ખેંચાવા લાગ્યા કે દુ:શાસન જુએ તો શરમાઇને આંખો મીંચી લે! આ દ્રશ્ય જોઇ એબસોલ્યુટ ઝીરો અને મિ.ળણએ આંખો મીંચી દીધી. (મારી આંખો ખૂલ્લી હોય તો જ આ બધું દેખાયને, મિત્ર!)જો કે ડેંગુચાએ તરત આદેશ કર્યો, ‘આંખો ખૂલ્લી રાખો, ભૂલી ન જાઓ કે તમે ડિટેક્ટિવના માણસો છો!’

ટીવી સ્ક્રીન પર હવે આશ્ચર્યજનક દ્રશ્ય પ્રસારિત થઇ રહ્યું હતું! રેડ્ડી ત્યાંના સ્ટેજ પર પહોંચી ચૂકયો હતો! એણે માઇક હાથમાં લઇ પરિસ્થિતિને પણ હાથમાં લેવાની કોશિશ કરતાં કહ્યું, ‘ઐયોય્યો! યે ક્યા કરતા આપ લોગ? અમારા સાઉથ મેં દેકો… જૈસા યિંગ્લિશ બી નૈં ફાડતા, ઐસા આપ લોગ યેકદુસરે કા કપડા ફાડતા, વેરી બેડ યુનો! યે કૈસા મહાભારત મેં દેકતા, ઓ તો મેરેકુ માલુમ નૈં, બટ પ્લીઝ સ્ટોપ દીસ નાનસેન્સ! મૈં યિદર મેરા ગીતા કો લેને આયા કોઇ મેરા બાત સૂનો યાર…’

અચાનક અણધાર્યો પુરૂષનો અવાજ સંભળાતા પ્રેમપંખિણીઓએ ચમકીને એકબીજાને પીંખવાનું બંધ કર્યું.‘અબી સબ અપના કપડા ઠીક કરકે બતાના કિ ઓ મેરા ગીતા કિદર ગયા? ઐયો ગીતા, તુમ કિદર બી હોગા, ઉદર સે યિદર આ જાના પ્લીઝ!’ રેડ્ડીએ દર્દભર્યો પોકાર કર્યો. થોડીવારે સ્ત્રીઓના એક ટોળા વચ્ચેથી ચિંથરેહાલ ગીતા નીકળી આવી. રેડ્ડીએ એને પોતાનો કોટ ઓઢાડી દેતાં કહ્યું, ‘ઐયો ગીતા…ગીતા…ગીતા! મૈં કિતના લમ્બા લમ્બા ઔર ગોલ ગોલ ગોલ ઘૂમકે યિદર આયા, માલૂમ? મૈં જુટા, બટ મેરા પ્યાર સચ્ચા યુનો? તુમ ગલત રાસ્તા લિયા, તો દેકો માર બી બો’ત ખાયા, અબ સબ બેલન્સ મેં હો ગયા. અબી મેરા હાત પકડકે કબી ચોડને કા નૈં, ઓકે? મેરા ગુસ્સા રજનીકાન્ત જૈસા, ફિર બી ઓ કંટ્રોલ કર કે, અપના પ્યાર ઓફર કરતા, યન્ડરસ્ટેન્ડ?’અમે આ રોમાંચક ટર્નિંગ પોઇન્ટને માણતા હતા ત્યાં કલોઝ સર્કિટ ટીવી પર દ્રશ્ય બદલાઇ ગયું!

‘એની માને…પ્રનામ! સમસ્ટ જગટની માટાઓને બી પ્રનામ!’ એ શબ્દો સાથે મારો પરમ મિત્ર અને ત્રિકોણ ચહેરાનો માલિક ગનપટ હુરટી સ્ક્રીન પર દેખાણો. હવે એની ઊંઘ ઊડેલી જણાતી હતી.

by DIVYA BHASKAR

Posted in GUJARATI......................KAUSHIK IN GREAT MOOD | Leave a comment

PHARMA FUSION 2010

ALL LACHOO STUDENT INVITED IN PHARMA FUSION 2010, LACHOO PHARMACY ALUMNI MEET………………………JUST VISIT http://www.lachoopharmacy.org or check ur mails or contact any junior in college……………………………..at 25 and 26 december, 2010, college campus calling back once again……………………….

Posted in GUJARATI......................KAUSHIK IN GREAT MOOD | Leave a comment

ચંડીપાઠ એટલે માતાજીનું પ્રત્યક્ષ વાંગમય સ્વરૂપ

ચંડીપાઠ કરવાથી મલિન તત્વોથી રક્ષા થાય છે. ઘરનું વાતાવરણ મંગલમય બને છે. સુંદર વિચારોની પ્રાપ્તિ થાય છે. શ્રદ્ધાથી મા અંબાના કોઇપણ સ્વરૂપની પૂજા કરવાથી તેની સર્વ મનોકામના માતાજી પરિપૂર્ણ કરે છે.

સપ્તશતી, શાસ્ત્રી વિનોદ પંડ્યા

વાણીથી જેનું વર્ણન થઈ શકે તેને વાંગમય સ્વરૂપ કહેવામાં આવે છે. એટલે જ ભાગવતને શ્રીકૃષ્ણનું પ્રત્યક્ષ વાંગમય સ્વરૂપ માનવામાં આવે છે. તેવી જ રીતે ચંડીપાઠને પણ માતાજીનું વાંગમય પ્રત્યક્ષ સ્વરૂપ માનવામાં આવે છે. માતાજીના યજ્ઞોમાં પણ ચંડીપાઠના શ્લોકો બોલીને આહુતિ આપવામાં આવે છે. ‘માતા પરં દૈવતમ્’ આ જગતમાં માતાને પરમતત્વ અને પરમ દૈવત માનવામાં આવે છે. માતૃશક્તિની ઉપાસના દરેક ધર્મમાં અલગ અલગ નામોથી કરવામાં આવે છે. વૈષ્ણવો યમુનાજી રૂપે, જૈનો પદ્માવતી રૂપે, ખ્રિસ્તીઓ મેરી રૂપે. માતૃશક્તિ વગર જીવન શક્ય નથી.

શિવના પરમ ઉપાસક આદિગુરુ શંકરાચાર્ય પણ અંતે શક્તિની આરાધના કરતાં કહે છે, ‘ગતિસ્ત્વં, ગતિસ્ત્વં ત્વમેકા ભવાની’ હે ભવાની! જીવો માટે, ઉપાસકો માટે તું જ પરમ ગતિ છે. આજે આપણે ચંડીપાઠમાં તેર અધ્યાયના મહિમા વિશે જાણકારી મેળવીશું. ચંડીપાઠના લેખક માર્કંડેય મુનિ છે. ચંડીપાઠ કરતાં પહેલાં કવચ, અર્ગલા, કીલક, ન્યાસ, માળા, ધ્યાન, આસનપૂજા વગેરે કરવામાં આવે છે. આમ તો ચંડીપાઠ સમગ્ર વર્ષ દરમિયાન ગમે ત્યારે કરી શકાય છે, પરંતુ નવરાત્રિ દરમિયાન ચંડીપાઠનું ફળ વિશેષ મળે છે.

પ્રથમ અધ્યાય : આમાં મહાકાળી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. મહાપ્રલય સમયે શેષશૈયા ઉપર પોઢેલા નારાયણની નાભિમાંથી બ્રહ્નાજી પ્રગટ થાય છે. આ સમયે મધુ અને કૈટભ નામના દૈત્યો ઉત્પન્ન થાય છે. બ્રહ્નાજીને ડર લાગવાથી યોગમાયાની સ્તુતિ કરે છે. યોગમાયા નારાયણને જાગૃત કરે છે. પાંચ હજાર વર્ષ સુધી મધુ-કૈટભ નારાયણ સાથે યુદ્ધ કરે છે. અંતે નારાયણ તેમનો વધ કરે છે.

બીજો અધ્યાય : આમાં મહાલક્ષ્મી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. મહિષાસુર દેવોને પરાજિત કરીને ઇન્દ્ર બન્યો. આથી દેવોએ માતાજીની સ્તુતિ કરી. આ દેવી નારાયણની ભ્રૂકુટિમાંથી ઉત્પન્ન થઇ હતી. આ દેવીએ મહિષાસુરની સેનાનો વધ કર્યો.

ત્રીજો અધ્યાય : આમાં કમલાસન પર બેઠેલાં જગદંબાને વંદન કરી તેમનું ધ્યાન ધરવામાં આવ્યું છે. મહિષાસુર પોતાની સેનાના નાયક ચિક્ષુરને લઇને આવે છે. મહિષાસુર પોતાની માયા વડે પાડાનું, સિંહનું એમ અલગ અલગ સ્વરૂપો લઇને માતાજીની સામે યુદ્ધ કરવા લાગ્યો. માતાજીએ મહિષાસુરનો વધ કર્યો. આ અધ્યાયમાં યુદ્ધનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે.

ચોથો અધ્યાય : આમાં જયા નામની દુર્ગાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. મહિષાસુરના મૃત્યુથી આનંદિત દેવોએ માતાજીની સ્તુતિ કરી. આ સ્તુતિને ‘શક્રાદય સ્તુતિ’ કહેવામાં આવે છે. નવચંડી વગેરે માતાજીના યજ્ઞોમાં પૂણૉહુતિ સમયે બ્રાહ્નણો આ અધ્યાય મોટેથી રાગમાં બોલતા હોય છે. આ અધ્યાયનો નિત્યપાઠ કરવાથી માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે.

પાંચમો અધ્યાય : આમાં પાર્વતીના શરીરમાંથી ઉત્પન્ન થયેલાં સરસ્વતી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. પાંચમા અધ્યાયને દેવીસ્તુતિ કહે છે. માતાજીનાં અલગ અલગ સ્વરૂપોને નમસ્કાર કરવામાં આવ્યાં છે. યા દેવી સર્વ ભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમ: આ પ્રમાણે અનેક સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે. માતાજી અને શુંભ, નિશુંભ નામના દૂતોનો સુંદર સંવાદ વર્ણવ્યો છે.

છઠ્ઠો અધ્યાય : આ અધ્યાયમાં પદ્માવતી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. આ અધ્યાયમાં માતાજી ધૂમ્રલોચનનો વધ કરે છે.

સાતમો અધ્યાય : આ અધ્યાયમાં માતંગી, મોઢેશ્વરી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. માતાજી ચંડ અને મુંડને મારે છે માટે તેમનું નામ ‘ચામુંડા’ પડે છે. આ અધ્યાયમાં યુદ્ધનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે.

આઠમો અધ્યાય : આ અધ્યાયમાં સર્વ પ્રકારની સિદ્ધિઓ આપનારી ભવાની માતાજીનું ધ્યાન ધરવામાં આવ્યું છે. રક્તબીજ નામનો દૈત્ય કોઇનાથી મરતો નહોતો. વરદાન પ્રમાણે તેના શરીરમાંથી જેટલાં લોહીનાં ટપકાં પડે તેટલા દૈત્યો ઉત્પન્ન થાય. આને મારવા ચામુંડાદેવી આ દૈત્યને પોતાના મુખમાં લઇને તેનું લોહી ગટગટાવી તેનો વધ કર્યો.

નવમો અધ્યાય : આ અધ્યાયમાં શ્રીમૂર્તિ એવા અર્ધચંદ્રને ધારણ કરતાં અને ત્રણ નેત્રવાળાં અંબાનું ધ્યાન ધર્યું છે. આ અધ્યાયમાં પણ યુદ્ધનું સુંદર વર્ણન છે. અનેક પ્રકારનાં આયુધોને ધારણ કરનારી અંબાદેવી નિશુંભ નામના બળવાન દૈત્યનો વધ કરે છે.

દસમો અધ્યાય : આ અધ્યાયમાં શિવની શક્તિ એવી કામેશ્વરી નામની અંબાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. આ અધ્યાયમાં પણ યુદ્ધનું સુંદર વર્ણન છે. માતાજી શુંભ નામના દૈત્યનો વધ કરે છે. દેવો અને ગંધર્વો પુષ્પવૃષ્ટિ કરીને માતાજીની સ્તુતિ કરે છે.

અગિયારમો અધ્યાય : આ અધ્યાયમાં ભક્તોને અભય આપનાર ભુવનેશ્વરી દેવીનું ધ્યાન ધરવામાં આવ્યું છે. આમાં માતાજીનું વર્ણન કરતા સુંદર શ્લોકો આપેલા છે. દેવો સાથે મળીને માતાજીને વંદન કરે છે. પોતાના મનોભાવો માતાજીને અર્પણ કરે છે. આ અધ્યાયમાં નારાયણી, ગૌરી, બ્રહ્નાણી, બહુચરાજી, કૌમારી, વૈષ્ણવી, વારાહી, ઇન્દ્રાણી, ચામુંડા, લક્ષ્મી, સરસ્વતી જેવી અનેક દેવીઓનાં વાહનો તથા સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે.

બારમો અધ્યાય : આમાં ચંદ્રને ધારણ કરનારી મા દુગૉનું સુંદર વર્ણન છે. આ અધ્યાયમાં માતાજી સ્વમુખે ચંડીપાઠના મહિમાનું વર્ણન કરે છે. માતાજીની ભક્તિથી કઇ કઇ શક્તિઓ પ્રાપ્તિ થાય છે તેનું સુંદર વર્ણન માતાજીએ કર્યું છે. આ અધ્યાયને ચંડીપાઠની ફલસ્તુતિ કહેવામાં આવે છે. માતાજી કહે છે કે જે નિત્ય મારી ભક્તિ કરે છે તેને ધન, કુલદીપક, ધાર્મિક બુદ્ધિ, શુભ વિચારો તથા મુક્તિની પ્રાપ્તિ થાય છે. હું લક્ષ્મી બનીને તેના ઘરને પાવન કરું છું. પાપીઓને કુબુદ્ધિ ને દરિદ્રતા આપું છું.

તેરમો અધ્યાય : આ અધ્યાયમાં શિવા નામની દેવીનું ધ્યાન ધર્યું છે. સૂરથ નામના રાજા અને વૈશ્ય નામના ભક્તને માતાજી અલગ અલગ વરદાનો આપે છે. માર્કંડેય મુનિ સાતસો શ્લોકોમાં માતાજીના સંપૂર્ણ ચરિત્રને વર્ણવે છે.

ચંડીપાઠ કરવાથી અથવા કોઇ વિદ્વાન બ્રાહ્નણ પાસે કરાવવાથી મિલન તત્વોથી રક્ષા થાય છે. ઘરનું વાતાવરણ મંગલમય બને છે. સુંદર વિચારોની પ્રાપ્તિ થાય છે. માતાજી ભવસાગર પાર કરાવનાર છે. જે ભક્ત શ્રદ્ધાથી મા અંબાના કોઇપણ સ્વરૂપની પૂજા કરે છે તેની સર્વ મનોકામના માતાજી પરિપૂર્ણ કરે છે. ચંડીપાઠ સંસ્કૃતમાં ન આવડે તો ગુજરાતીમાં તેનું ભાષાંતર વાંચવાથી પણ મા પ્રસન્ન થાય છે. ચંડીપાઠનું પુસ્તક માત્ર ચોપડી નથી પરંતુ મા અંબાનું પ્રત્યક્ષ વાંગમય સ્વરૂપ છે. મા અંબા સૌના પર કૃપા કરે એવા સદ્ભાવ સાથે જય જય અંબે!

Posted in GUJARATI......................KAUSHIK IN GREAT MOOD | Leave a comment

શ્રી ક્રુષ્ણનો મોક્ષ

ધર્મની વિરુદ્ધ આચરણ કરવાના દુષ્પરિણામસ્વરૂપ અંતમાં દોર્યોધન વગેરે મરી ગયા અને કૌરવ વંશનો વિનાશ થઈ ગયો. મહાભારતના યુદ્ધમાં સાંતવના દેવાના ઉદેશથી ભગવાન શ્રી ક્રુષ્ણ ગાંધારીની પાસે ગયા. ગાંધારી તેના સો પુત્રના મ્રુત્યુના દુખમા ખુબજ વ્યાકુળ થઈ હતા. ભગવાન શ્રી ક્રુષ્ણને જોતાની સાથે જ ગાંધારી ક્રોધિત થઈ ને તેને શાપ આપ્યો કે તમારા કારણે જે પ્રકારે મારા પુત્રોનો નાશ થયો તેવા જ પ્રકારે તમારા યદુવંશનો પણ અંદરો-અંદર એક બીજાને મારવાના કારણે નાશ થઈ જશે. ભગવાન શ્રી ક્રુષ્ણએ માતા ગાંધારીના આ શાપને પુરો કરવા માટે યાદવોની મતિ ફેરવી દીધી.

એક દિવસ અહંકારના વશમા આવીને થોડા યદુવંશી બાળકોએ દુર્વાસા ઋષિનુ અપમાન કરી દીધુ. આના પર આ ઋષિએ શાપ આપ્યો કે યાદવ વંશનો નાશ થઈ જશે. આના શાપના પ્રભાવથી યદુવંશી પર્વના દિવસે પ્રભાસ ક્ષેત્રમા આવ્યા. પર્વના હર્ષમા તેમણે વધારે નશીલી દારૂ પીય લીધી અને મતવાળા થઈ ને એક બીજાને મારવા લાગ્યા. આવી રીતે ભગવાન શ્રી ક્રુષ્ણને છોડીને એક પણ યાદવ જીવીત ન રહ્યો.

આ ઘટના પછી ભગવાન શ્રી ક્રુષ્ણ મહાપ્રયાણ કરીને પોતાના ધામમા ચાલ્યા જવાના વિચારથી સોમનાથની પાસે વનમા એક પીપળાના ઝાડની નીચે બેસીને ધ્યાનસ્થ થઈ ગયા. જરા નામના એક વ્યક્તિએ ભુલથી તેને હરણ સમજીને ઝેરી બાણ ચલાવી દેધુ જે તેના પગના તળીયામા જઈને લાગ્યુ અને ભગવાન શ્રી ક્રુષ્ણચન્દ્ર સ્વધામને પધારી ગયા. આવે રીતે ગાંધારી તથા ઋષિ દુર્વાસાના શાપથી પુરો યદુવંશનો નાશ થઈ ગયો.

Posted in GUJARATI......................KAUSHIK IN GREAT MOOD | Leave a comment

મન ના લાગે તો શું કરવું ?

આજકાલ દરેક વ્યક્તિની સમસ્યા એ છે કે તેમનું મન ક્યારેય સ્થિર નથી રહેતું. ક્યારેક તેઓ વિચારોના વમળમાં ડૂબવા લાગે છે. કોઈ પણ કામ શરુ કરતા પહેલા તેઓ ખૂબ જલ્દી ગુસ્સે થઈ જાય છે તેનાથી કંટાળી જાય છે. વિદ્યાર્થી વાંચવા બેસે ત્યારે મિત્રમાં મન લાગે છે અને મિત્રોની વચ્ચે રહે તો અભ્યાસમાં જીવ રહે છે. આખરે કેમ મન સ્થિર નથી થઈ શકતું. શું કારણ છે કે આપણે આપણા મન પર કાબૂ નથી રાખી શકતા..

આ સમસ્યાનું નિરાકરણ આપણે આધ્યાત્મ દ્વારા મેળવી શકીએ છીએ. મનને નિયંત્રિત કરવા માટે આપણે કેટલાક પ્રયત્ન કરવા જોઈએ. આધ્યાત્મિક વાતાવરણ ઉભું કરવું જોઈએ. ધર્મ ગ્રંથોમાં મનને એકાગ્ર કરવા માટે અનેક વિધીઓ આપવામાં આવી છે. એ પ્રકારે આપણે મનને કાબૂમાં રાખી શકીએ તો આપણું મન વિચલીત થતું નથી.

– દરરોજ સવારે સ્નાન બાદ ઓછામાં ઓછી પાંચ મિનિટ ધ્યાનની મુદ્રામાં બેસવું અને ઓમનું ઉચ્ચારણ કરવું.

– દરરોજ શિવજીને જળ ચઢાવવું.

– કોઈ મંદિરમાં જઈને શિવની ઉપાસના કરવી. ત્યાં ઓછામાં ઓછી 3-4 મિનિટ સુધી ધ્યાન ધરવું.

– ખૂબ પાણી પીવું.

– તેમ છતાં પણ તમારી મુશ્કેલીઓ વધે છે મનમાં જ ઓમ સોમાનય નમ ના જાપ શરુ કરવા. જ્યારે પણ થોડા સમય ત્યારે મંત્રનો મનમાં જ જાપ કરવો.

SOURCE LINK- http://religion.divyabhaskar.co.in/article/how-to-get-proper-concentration-1377690.html

Posted in GUJARATI......................KAUSHIK IN GREAT MOOD | Leave a comment

II આદ્યા શક્તિ આરતી II

Posted in GUJARATI......................KAUSHIK IN GREAT MOOD | Leave a comment